75માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે, જૂનાગઢ નગરના પ્રત્યેક મુખ્ય રસ્તાઓ એકદમ સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર આવેલા સ્મારકો કે ઈમારતોને નવા રંગ-રોગાન કરવામાં આવ્યા છે. જેના કારણે જૂનાગઢની શકલ ખરેખર બદલાઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર, સાર્વજનિક સ્થળો પર કલર કામ બાદ આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર 75માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને તંત્ર દ્વારા શહેરની સરકારી કચેરીઓ, કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, એસ.પી. કચેરી, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસ, વિવિધ પોલીસ કચેરીઓને આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.