જૂનાગઢ વન વિભાગે ચંદન ચોરતી મહિલા ગેંગને પકડી પાડી છે. પોલીસે આરોપીઓને મુદ્દમાલ સાથે જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા હતા. વન વિભાગના હાથે મહિલાઓ અને બાળકો ઝડપાયા હતા. જોકે, પુરુષ તસ્કરો ફરાર થઇ ગયા હતા. મહિલા ગેંગ પાસેથી શિકારના સાધનો પણ મળી આવ્યા હતા અને આ ગેંગ મધ્યપ્રદેશની હોવાનું ખુલ્યું છે. આ ચોરી ગિરનાર રેન્જના ડુંગરપુર રેન્જમાં વિલિંગડન કેનાલ પાસેથી કરાઇ હતી. આ ગેંગ દ્વારા ગીર અને ગિરનારના જંગલમાં અનેક સ્થળોએ ચંદનની ચોરી કરી હતી.