જૂનાગઢમાં મિલકતના ઝઘડામાં પતિએ એએસઆઇ પત્નીની ઘરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને મૃતક મહિલા એએસઆઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ મહિલા એએસઆઇના પરિવારજનો દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ લાગણીસભર બની ગયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા કિરણબેન જોશી અને તેના પતિ પંકજ વેગડા વચ્ચે કેટલાય સમયથી મિલકત બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે ગઇકાલે રાત્રે ફરી ઝઘડો થતા પંકજ ઉશ્કેરાયો હતો અને કિરણબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને પંકજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.