જૂનાગઢ જિલ્લામાં સંખ્યા ઓછી હોવાને કારણે 11 શાળા બંધ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે. જે અનુસાર વર્ષ 2017-18થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષમાં આ 11 શાળા બંધ કરી દેવાનો હુકમ કરાયો છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાને કારણે જૂનાગઢ જિલ્લાની આ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો બંધ થઈ છે. આ બંધ થનારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાયો છે.