ઉનાળા દરમ્યાન ગરમીથી રાહત મેળવવા માટે લોકો શરબત અને બરફના ગોળા ખાવા ઉમટી પડે છે ત્યારે અમદાવાદ શહેરના એક વિસ્તારમાં શૌચાલયમાંથી પાણીની પાઈપ વાટે શરબત ગોળાની લારી ચલાવનારે પાણી ભર્યું હતું. તેનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. તેની ઓળખ થઈ શકી નથી પરંતુ હવેથી લારી પરથી શરબત પીવા અગાઉ દસ વખત વિચારતા કરી દે તેવો આ વીડિયો છે.