દક્ષિણ ગુજરાતના પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ લઠ્ઠાકાંડ મુદ્દે ન્યાયિક તપાસ કરાવવાની ખાતરી આપી, તેમજ કાંડમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાશે તેમ જણાવ્યું. લઠ્ઠાકાંડમાં બે યુવકોના મોત થયા હોવાની વાતને સુરત પોલીસ કમિશનરે સતિશ શર્માએ અનુમોદન આપી આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું.