ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં રાજ્ય શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં હિંસાની તપાસ થશે.