કોરોના વાયરસની મહામારી વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી અને માલધારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સાચા આદિવાસીઓનાં પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરાશે.
આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે મહત્વની જાહેરાત
આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સાચા આદિજાતિ પ્રમાણ પત્ર માટે કમિશનનની જાહેરાત કરી છે. બરડા, ગીરના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણ પત્ર માટે. આલેચના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરવામાં આવશે. કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે રાજ્ય સરકાર નવું કમિશન બનાવશે. સાચો આદિવાસી હકોથી વંચિત ના રહે તે દિશામાં કામ કર્યું છે. અને આદિવાસીઓના અધિકારો માટે સરકાર કટિબદ્ધ છે. કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત જજનો પણ સમાવેશ કરવામાં આવશે. સાચા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને આદિવાસીઓનો દરજ્જો મેળવનારની તપાસ કરાશે.
નેસડાવાસીઓનો મુદ્દો શું છે?
- ભારત સરકારના ગૃહમંત્રાલયનો 1956નો એક પરિપત્ર છે
- પરિપત્ર મુજબ 1956 પહેલા ગીરમાં રહેતા લોકોને પ્રમાણપત્ર અપાય છે
- ગુજરાતના આદિવાસીઓ કોણ છે તેની યાદી રાષ્ટ્રપતિએ ત્રણ વાર જાહેર કરી છે
- 1976, 2002 અને 2003 એમ ત્રણ વખત રાષ્ટ્રપતિએ યાદી સત્તાવાર જાહેર કરી છે
- આ યાદીઓમાં પણ ગીરના નેસડાઓમાં વસતા ચોક્કસ સમુદાયોના નામ છે
- આ યાદીમાં શામેલ હોય તેવી જ જાતિ આદિવાસીનું પ્રમાણપત્ર મેળવવા હકદાર છે
- આલેચા અને બરડાના જંગલનો પણ આ પરિપત્રમાં સમાવેશ છે
- જંગલના નેશમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણને આ પ્રમાણપત્ર મળે છે
- ગીર અભ્યારણ્ય જાહેર કરવાના કારણે નેશના લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું
- સ્થળાંતર કરાવવા માટે સરકારે તેમને STના લાભો જાહેર કર્યા હતા
- જંગલને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો એટલે નેશના લોકોને સ્થળાંતર કરાવવું જરૂરી હતું
- નેશમાંથી સ્થળાંતર કરનારા લોકો માટે જ STનો લાભ આપવાનું 1956માં નક્કી થયું હતું
- નેશના રબારીઓને દરજ્જાની ચકાસણી માટે નિવૃત્ત નિયામકની નિમણૂંક કરી હતી
- રબારી સમાજે તાલુકાવાર રબારી કોમની માહિતી નિયામકને આપી હતી
- ગીર, આલેચ અને બરડાનું જંગલ જે તાલુકામાં હોય તે તાલુકામાં સમિતિ બનેલી છે
- મામલતદાર, TDO, રેન્જ ફોરેસ્ટ અધિકારી એમ ત્રણ અધિકારીઓની સમિતિ છે
- તાલુકા સમિતિની બેઠક દર સપ્તાહે એકવાર મળવી જરૂરી છે
- વિગતદર્શક કાર્ડ, મસવાડી પહોંચ, જંગલ ખાતાના આધારો પ્રમાણપત્ર માટે જરૂરી છે
- તાલુકા મામલતદાર અરજીના આધારે તપાસ કરાવીને પ્રમાણપત્ર ઈશ્યુ કરે છે
- વિવાદ થતા હવે ગુજરાત સરકારે જ્યુડિશિયલ કમિશનની રચના કરી છે