સુરત સેશન્સ કોર્ટે ગુરુવારે મોદી અટક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી કરી. આ સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી. કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ 20 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. રાહુલ ગાંધીના વકીલે ગુરુવારે કહ્યુ કે સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી થઈ. 6 કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી.