સગીરા પર બળાત્કારના પોક્સોના એક કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ દ્વારા કરાયેલા અવલોકનની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી અને તેને અત્યંત અસંવેદનશીલ તેમજ અમાનવીય ગણાવ્યું હતું. સાથે જ આ કેસમાં હાઇકોર્ટના જજના આ અવલોકન પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો. હાઇકોર્ટના જજે કહ્યું હતું કે સગીરાના સ્તનને પકડવા કે તેના પાયજામાના નાડાને તોડવું તે બળાત્કારના પ્રયાસના ગુનામાં ન ગણાય. જજના આ અવલોકનની ભારે ટિકા થઇ હતી અને સુપ્રીમ કોર્ટના કેટલાક વરીષ્ઠ વકીલોએ સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખીને યોગ્ય પગલા લેવા કહ્યું હતું.