અદાણી સામેના આરોપોની તપાસ માટે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)ની રચના અને જાતિ ગણતરી કરાવવાની માગ તથા બંધારણના સન્માન અંગે કોંગ્રેસે દેશવ્યાપી જન આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પક્ષના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.