ચીન માટે જાસૂસી કરી રહેલા પત્રકાર રાજીવ શર્માની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે શર્મા ચીનને ભારતીય લશ્કરના જમાવડાના સ્થળો, લશ્કર માટે સામગ્રીની ખરીદી, તથા અન્ય વ્યુહાત્મક માહિતી ચીનને પુરી પાડતા હતા. ચાઈનિઝ ઈન્ટેલિજન્સ એજન્સીને આ માહિતી શર્મા સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ દ્વારા પહોંચાડતા હતા.
દરેક માહિતી બદર શર્માને એક હજાર ડોલર (73 હજાર રૂપિયા) મળતા હતા. દિલ્હી પોલીસે શર્માની 14મી તારીખે ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ મળ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ કુમાર યાદવે કહ્યું હતું કેે કેવા પ્રકારની માહિતી ચાઈનિઝ ઈન્ટેલિજન્સ એજન્સીને પહોંચાડી તેની તપાસ ચાલુ છે.