પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કઠવાડાના એક યુવક પાસેથી ચિરાગ પટેલનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. જણાવી દઈએ કે ચિરાગ પટેલની બળી ગયેલી હાલતમાંથી નરોડા નજીકથી લાશ મળી આવી હતી ત્યાર પછી અમદવાદના પત્રકારોએ કરેલા આંદોલનના પગલે તેના અપમૃત્યુ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
મહત્વનું છે કે મૃતક ચિરાગનો મોબાઇલ ફોન ઘટના સ્થળેથી ન મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. પરંતુ આજે આ કેસમાં પોલીસે કઠવાડાના યુવક પાસેથી ચિરાગનો ફોન કબજે કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવકે ચિરાગના ફોનમાંથી તમામ ડેટાનો નાશ કરી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચે આ શંકાસ્પદ યુવકની પૂછપરછ શરૂ કરી છે.
જણાવી દઈએ કે ચિરાગ પટેલની હત્યા થઈ હતી કે આત્મહત્યા તે હજુ પણ અકબંધ છે ત્યારે આ મોબાઇલ ફોન તપાસમાં મહત્ત્વની કડી સાબિત થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે જે યુવક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો છે તેના મૃતક ચિરાગ સાથેના સંબંધોની પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.