રાજકોટના કલેક્ટર રેમ્ય મોહન દ્વારા પત્રકારોને આપવામાં આવેલા 50-50 હજારના ચેકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અખબારમાં સારું લખાવવા માટે કલેક્ટરની સહીના ચેક અપાયા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસે પણ આ મુદ્દે રાજ્યના CM રૂપાણી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે રાજકોટ કલેક્ટર રેમ્ય મોહને આ અંગે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, તમામ વાત ક્લિયર છે માટે ભ્રષ્ટાચારની વાત જ નથી. અમે બેન્ક એકાઉન્ટ ખોલીને ચેકથી જ દાતાઓ પાસેથી ફંડ લીધેલ હતું. જાહેરાત પેટે મીડિયાને પૈસા આપેલ હતા. 8 પત્રકારોને 50- 50 હજાર આપેલ છે. અમે તમામ વ્યક્તિઓને જણાવેલ કે તમારી સંસ્થાના નામ પર ચેક આપીએ... પરંતુ એ પત્રકારોએ પોતાના નામ ના જ ચેક આપવા જણાવેલ અને તે ઓથોરાઇઝ્ડ વ્યક્તિ હતા માટે જ તેમના નામથી પર્સનલ ચેક આપેલ. વધુમાં તેમણે કહ્યું કે, મીડિયાને જે દિશામાં સમાચાર બતાવવા હોઈ એ હું કાઈ કહી નહિ શકું પણ આમા કાઈ ખોટું નથી થયું... ચેકથી પેમેન્ટ અમે લીધા છે અને ચેકથી જ પેમેન્ટ આપેલ છે. લોકો પાસેથી પૈસા પડાવવાની કોઈ વાત જ નથી લોકો તથા સંસ્થા સાથે મિટિંગ કરી ને જ ફંડ એકત્રિત કરેલ છે.
પત્રકારોએ સામેથી અમોને જાહેરાત માટે કહ્યું હતું
"જેને જેને સામેથી જાહેરાતની ઈચ્છા વ્યક્ત કરેલ હતી એ તમામ 8 અખબારોના પત્રકારોને અમોએ જાહેરાત આપેલ હતી. એક જ વાત હું જણાવીશ કે એક પણ રૃપિયાનું આમાં ખોટું નથી થયું... આક્ષેપ કરવાનું સહેલું છે પણ આપ વિચારોકે ચેક પેમેન્ટમાં કઈ ખોટું નથી થયું." એવું કલેક્ટર રેમ્ય મોહને ઉમેર્યું હતું.