-
પૂર્વોત્તરના મણિપુરમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક પર ટીપ્પણી કરવા બદલ પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમને રાષ્ટ્રીય સુરક્ષા ધારા(એનએસએ) હેઠળ એક વર્ષ માટે જેલમાં ધકેલી દેવાયો છે. ઝાંસી કી રાની લક્ષમીબાઇની જયંતીએ એક વિડિયો અપલોડ કરીને ટીપ્પણી કરી કે મણિપુર માટે જેણે કોઇ યોગદાન આપ્યું નથી તેની જયંતી ભાજપ સરકાર મનાવી રહી છે. મણિપુરની ભાજપની સરકાર આ એટલા માટે કરી રહી છે કેમ કે મોદી સરકારે તેમને કહ્યું છે. આ પ્રકારની ટીપ્પણી બદલ કોર્ટ દ્વારા તેને દેશદ્રોહના કેસમાં નિર્દોષ છોડાયા બાદ સરકારે એનએસએમાં પકડીને જેલમાં પૂરી દીધો છે.