ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટના પછી તુરંત ઈમારતો ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ખતરાના આધારે જોશીમઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરાયું છે. ડેન્જર, બફર અને સંપૂર્ણ સુરક્ષિત એમ ત્રણ ભાગમાં વહેંચીને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારની સમિતિએ અહેવાલ સોંપ્યો તે પછી આ નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધીમાં ચાર હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.