મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડ ઈન્ડિયાએ ઇલેક્ટ્રીક વાહન અને એસયુવી બનાવવા સહિતના કુલ પાંચ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બન્ને કંપનીઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે આ સંયુક્ત સાહસથી ભારત તથા અન્ય વિકસી રહેલી બજારના ગ્રાહકો માટેના મુખ્ય ઉત્પાદનોના વિકાસમાં ગતિ આવશે. એસયુવી મહિન્દ્રાના પ્લેટફોર્મ પર બનશે અને બન્ને કંપનીઓ તેને જુદી જુદી બ્રાન્ડ હેઠળ વેચાણ કરશે.