PM મોદીએ આજે એટલે કે (રવિવારે) કોરોના સામેની લડાઈમાં રાતે નવ વાગ્યે નવ મિનિટ માટે દીપ પ્રગટાવવાની અપીલ કરી છે જેની મજાક ઉડાવવાનુ સરકારના એક અધિકારીને ભારે પડી ગયુ છે.
મધ્યપ્રદેશના મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર સુરેશ તોમરે ફેસબૂક પર આ અપીલની મજાક ઉડાવી હતી. તેમણે ફેસબૂક પર લખ્યુ હતુ કે, સર તમે એક વખત અમને ટાઈમ ટેબલ આપી દો કે ક્યારે શું પ્રગટાવવાનુ છે અને બુઝાવવાનુ છે. કારણકે અમારામાં અકક્લ તો છે નહી.
બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યુ હતુ કે, ભાડમાં જાય કોરોના ક્રાઈસિસ, સર તમે તો કોરોનાની મજા લઈ રહ્યા છો.
દરમિયાન આ પોસ્ટ રાતોરાત ચર્ચાનો વિષય બનતા અધિકારી સુરેશ તોમરે પોતાની તમામ પોસ્ટ ડિલિટ કરી હતી. જોકે મધ્યપ્રદેશ સરકારે અધિકારી સામે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.