સિલીગુડી પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ પશ્ચિમ બંગાળના ભરપુર વખાણ કરવા સાથે ત્યાંના લોકોને દેશનો રસ્તો બતાવવાનું પણ આહવાન કર્યું છે. તો બીજીતરફ મમતા બેનર્જી અને નીતીશ કુમારમુદ્દે પણ ચુપ રહી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આજની યાત્રામાં TMCનો એક ઝંડો સુદ્ધા જોવા મળ્યો નથી, છતાં મમતાનો ઈગો હર્ટ ન થાય, નારાજ ન થાય તેનું ધ્યાન રાખી ઈશારામાં બંગાળના મુખ્યમંત્રીને સંદેશો આપ્યો છે. એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ કોઈ ભાષણ ન કર્યું. આ ઉપરાંત બિહારમાં રાજકીય ધમાસાણ છતાં રાહુલે નીતીશનો ઉલ્લેખ કરાયો નથી.