અમેરિકાના પ્રમુખ જો બાયડેન મંગળવારે ઈઝરાયેલની ટુંકી મુલાકાતે રવાના થયા છે. હમાસ આતંકીઓ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાઓ પછી ઈઝરાયલ પ્રજા પ્રત્યે અમેરિકાની સહાનુભૂતિ દર્શાવવા તેઓ તેલ-અવીવ જવા રવાના થયા છે. તેમ વ્હાઈટ હાઉસ દ્વારા પ્રસિદ્ધ થયેલું નિવેદન દર્શાવે છે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ જોર્ડનની મુલાકાત એકાએક રદ કરી છે. વાસ્તવમાં મૂળ કાર્યક્રમ પ્રમાણે તો તેઓ જોર્ડન જવાના હતા, જ્યાં જોર્ડન, ઈજીપ્ત અને પેલેસ્ટાઈની અધિકારીઓ સાથે મંત્રણા કરવાના હતા પરંતુ ગાઝા હોસ્પિટલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ પછી પેલેસ્ટાઈનીઓએ તે શિખર મંત્રણામાં હાજર નહીં રહેવાનું નક્કી કરતાં પ્રમુખે પણ તેઓની જોર્ડનની મુલાકાત રદ કરી છે.