ઇન્ડોનેશિયાના બાલીમાં G20 દેશોની 17મી સમિટ યોજાઈ રહી છે. મંગળવારે સમિટનો પ્રથમ દિવસ છે. પીએમ મોદી ગઈકાલ સોમવારે જ બાલી પહોંચ્યા હતા. PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન G20 પ્લેટફોર્મ પર સાથે મુલાકાત થઈ હતી. મંચ ઉપર આવતાની સાથે જ બાઈડન પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠકની સાથે જ પીએમ મોદી આજે વૈશ્વિક નેતાઓને મળશે, જેના પર દુનિયાની નજર છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએના વડા અજીત ડોભાલ પણ G20 સમિટમાં ભાગ લેવા પહોચ્યાં છે.