રાજસ્થાનમાં જોધપુર શહેરના ઝાલોરી ગેટ ચોક પર ઈદની પૂર્વ સંધ્યાએ મોટો હંગામો થયો હતો. ઉપદ્રવીઓનો સામનો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. સાવચેતીના પગલારૂપે સમગ્ર જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વિવાદ શહેરના ઝાલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ લગાવવા અને સર્કલ પર ઈદને લગતા બેનરો લગાવવાને કારણે શરૂ થયો હતો.