રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કોરોના સંક્રમિત આસારામ ને બુધવાર રાત્રે તબિયત બગડ્યા બાદ મહાત્મા ગાંધી હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આસારામનો ત્રણ દિવસ પહેલા કોરોના ટેસ્ટ થયો હતો અને બુધવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 80 વર્ષના આસારામે બેચેનીની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, કોરોના વાયરસને કારણે ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થતા તેમને હૉસ્પિટલના આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે આસારામની તબિયત બગડવાના સમાચાર સાંભળીને તેમના સમર્થકો હૉસ્પિટલ પહોંચી ગયા. આ ઉપરાંત સ્થિતિ બગડતી જોઈને હવે આસારામને જોધપુર એઇમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.