ભારતીય સ્ટેટ બેન્કે પ્રોબેશનરી ઓફિસર્સના 2000 પદો માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. પરીક્ષાનું આયોજન એન્ટ્રન્સ ટેસ્ટ, મુખ્ય પરીક્ષા અને ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટર્વ્યુ એમ ત્રણ તબક્કામાં થશે. અરજી 21 એપ્રિલથી કરી શકાશે અને 13 મે છેલ્લી તારીખ છે. પ્રીલિમ્સ પરીક્ષા 1 અને 7 જુલાઈના રોજ યોજાશે તેમ જાણવા મળે છે. અનુસ્નાતક ના હોય તેઓ પણ અરજી કરી શકશે.