બિહારના પટના પાસે દાનાપુરમાં સૈન્ય ભરતી મેળામાં હજારોની સંખ્યામાં યુવકો ઉમટી પડયા હતા. પ્રાપ્ત આંકડા અનુસાર ભરતી માટેના ગ્રાઉન્ડની ક્ષમતા કરતા ૧૦ ગણા વધુ ઉમેદવારો આવી પહોંચ્યા હતા. બેરોજગાર યુવકોની ભીડ એટલી હતી કે તેમને કાબુમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. સાથે જ કેટલાક ઉમેદવારોએ પણ પોલીસ પર પથ્થમારો કરતા આ સમગ્ર ભરતી મેળામાં ભારે હંગામો થઇ ગયો હતો.