ઈન્ડિયન રેલવેએ રેલવે પ્રોટક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે પ્રોટક્શન સ્પેશ્યલ ફોર્સ હેઠળ કોન્સ્ટેબલ અને સબ ઈન્સપેક્ટરની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 જૂન પહેલા આ પદો માટે અરજી કરી શકાશે. આમાંથી 50 ટકા ભરતી મહિલા ઉમેદવારો માટે આરક્ષણ છે. કોન્સ્ટેબલ અને સબ ઈન્સપેક્ટરની કુલ 9739 પદ પર ભરતી થવાની છે.