ભારતીય રેલવે દ્વારા 90 હજાર ખાલી જગ્યા માટે ભરતી યોજાવાની છે. રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ માટે પરીક્ષા લેવાશે. આ માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. લોકો પાયલોટ અને ટેક્નિશિયન સહિતની જગ્યા માટે ભરતી પરીક્ષા લેવામાં આવશે. રેલવે દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે.