વિશ્વપ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસામાં પણ જોબ કટ આવ્યો છે. તેણે તેના આઠ ટકા સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લીધો છે. તેના પગલે નાસામાંથી ૫૩૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે અને ૪૦ કોન્ટ્રાક્ટર સાથે તેની સમજૂતી ખતમ થશે.
નાસાની સૌથી મોટી પ્રયોગશાળા જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી છે. તેણે આ જોબ કટનો નિર્ણય લીધો છે. પ્રયોગશાળાએ આ અંગે તેના નિવેદનમાં જણાવ્યું છે કે તેના લીધે અમારા ટેકનિકલ અને સપોર્ટ એરિયા પર અસર પડશે, પરંતુ આ આકરો નિર્ણય લેવો જરુરી હતો.