હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારથી ભાજપ માટે મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. તાજેતરના અહેવાલ અનુસાર ભાજપને વધુ એક મોટો ફટકો પડી શકે છે. જાણીતા ગાયક કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કન્હૈયા મિત્તલ ટિકિટ ન મળવાથી નારાજ હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે યુપી ચૂંટણી દરમિયાન કન્હૈયા મિત્તલનું ગીત લોકપ્રિય બન્યું હતું. તેમણે જ 'જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે' ગીત ગાયું હતું.