જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય (JNU)માં ફી વધારાના નિર્ણય સામે વિદ્યાર્થીઓની જીત છે. JNUમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. JNU પ્રશાસને મેસ ફી અને હોસ્ટેલનું ભાડું પણ ન વધારવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ફી, મેસ ચાર્જિસ અને હોસ્ટેલનું ભાડું વધારવાના વિરોધમાં છેલ્લા 15 દિવસથી પ્રદર્શન કરી રહ્યા હતા.