JNUમાં થયેલા ઘર્ષણ મામલે આજે (સોમવાર)ની સાંજે IIM અમદાવાદની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શનમાં ABVPના આગેવાનો પણ જોડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહીં પરવાનગી વગર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને લઇને પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું હતું. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.