મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે દેશની પેપર ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની જે કે પેપર લિમિટેડે ગુજરાત સરકાર સાથે રૂપિયા 1500 કરોડના એમઓયુ કર્યા છે. આ એમઓયુ અંતર્ગત કંપની રૂ. 1500 કરોડના મૂડીરોકાણ સાથે તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તાર સોનગઢમાં આવેલા પોતાના પ્લાન્ટનું મોડર્નાઇઝેશન અને વિસ્તરણ કરશે. આ પ્લાન્ટ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં ઉત્પાદન કરતો થઇ જવાનો છે.
આ MoUના પરિણામ સ્વરૂપે મોટા પ્રમાણમાં સ્થાનિક યુવાનો માટે મળનારા રોજગાર અવસર તેમજ કંપનીના પ્લાન્ટની પર્યાવરણ-સાનુકૂળ ડિઝાઈન અંગે મુખ્યમંત્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો. આ સમજૂતી કરાર વેળાએ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ એમ કે દાસ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર આર.કે બેનીવાલ ઉપસ્થિત રહ્યા હતા.