જમ્મુ કાશ્મીરનાં અખનૂર જિલ્લામાં LOC પાસે રવિવારે IED બ્લાસ્ટ થયો હતો જેમાં આર્મીનો એક જવાન શહીદ થયો છે જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. જણાવી દઈએ કે આર્મીનાં જવાનો ટ્રકમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફટ થઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે રાષ્ટ્રીય રાઈફલ્સની ટીમ ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.