જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. રવિવારે સવારે ફાયરિંગ તો રોકાય ગયું છે પણ ભારે ફાયરિંગમાં બે સીઆરપીએફના અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થવાના સમાચાર છે. બીજી તરફ, આ એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા એક સીઆરપીએફ જવાનનું રવિવારે મોત થયું છે. જ્યારે ચાર સ્થાનિક રહેવાસી ઘાયલ થયા છે. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ વધુ બે આતંકીને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે બાબાગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. એન્કાઉન્ટરમાં 9 જવાન ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ તેમાંથી 4 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. એન્કાઉન્ટરના સ્થળે સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો જેમાં ચાર નાગરિક પણ ઘાયલ થયા છે.