રાજસ્થાનના ભાટડીથી શરૂ થયેલું તીડનું આક્રમણ ગુજરાતના ત્રણ જિલ્લા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક ગામોમાં લાખો હેક્ટર ખેતીને નુકશાન કરીને આગળ વધી રહ્યું છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ થરાદના ખેતરોમાં હાથમાં થાળી-વેલણ લઈને તીડ ઉડાવતા જોવા મળ્યા હતા. જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. થાળી અને તપેલી ખખડાવાથી કરોડોની સંખ્યામાં બનાસકાંઠામાં ત્રાટકેલા તીડ ઉડી જવાના હોય એમ ગુજરાતના રાજકારણીઓ તમાશો કરી રહ્યાં છે.