બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે શુક્રવારે હિંદુસ્તાન અવામી મોર્ચા (સેક્યુલર) પાર્ટીના સંસ્થાપક જીતન રામ માંઝી પર ભાજપને લાભ પહોંચાડવા માટે મહાગઠબંધનના સહયોગીઓની જાસૂસી કરવાનો આરોપ મૂક્યો છે અને દાવો કર્યો હતો કે મહાગઠબંધનમાંથી બહાર નીકળવું સારી વાત છે.
નીતીશકુમારે સ્વીકાર કર્યો હતો કે પૂર્વ મુખ્યપ્રધાન ૨૩ જૂને થનારી વિપક્ષોની બેઠકમાં હાજર રહેવા માગતા હતાં. જો કે નીતીશકુમારને ડર હતો કે માંઝી આ બેઠકની વિગતો ભાજપને લીક કરી શકે છે.