રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેરમેન મુકેશ અંબાણી હવે બેન્કિંગ ક્ષેત્રમાં પેમેન્ટ બેન્ક દ્વારા પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જિયો પેમેન્ટ બેન્ક લિમિટેડ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જાહેર ક્ષેત્રના સૌથી મોટા બેન્ક એસબીઆઇનું 70-30નું જોઇન્ટ વેન્ચર છે. જિયોના પેમેન્ટ બેન્કના શરૂઆત 4થી એપ્રિલથી થઇ રહી છે. જિયો 4જી ફિચર ફોનથી યુઝર્સ યૂપીઆઇ આધારિત પેમેન્ટ્સ સાથે બેન્કિંગ ટ્રાન્જેક્શન માટે લિંક કરી શકશે.