ટેલીકોમ નિયમનકાર ટ્રાઈએ જાહેર કરેલા સરેરાશ 4જી (4G)ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં રિલાયન્સ જિયોએ સતત એની લીડ જાળવી રાખી છે. જિયોએ ઓગસ્ટમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 એમબીપીએસ હાંસલ કરી હતી, જે અગાઉનાં મહિના જુલાઈ, 2019ની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.0 એમબીપીએસથી વધારે હતી.
રિલાયન્સ જિયો વર્ષ 2018નાં તમામ 12 મહિનાઓમાં સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે સૌથી વધુ ઝડપી 4જી ઓપરેટર બની હતી. ચાલુ વર્ષે પણ જિયોએ અત્યાર સુધી આઠ મહિનામાં આ દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ પ્રકાશિત કરેલા ડેટા મુજબ, ભારતી એરટેલનું પર્ફોર્મન્સ નબળું પડ્યું હતું અને ઓગસ્ટમાં એની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં 8.8. એમબીપીએસથી ઘટીને 8.2 એમબીપીએસ થઈ હતી. વોડાફોન અને આઇડિયા સેલ્યુલરે તેમનો વ્યવસાય મર્જ કર્યો છે અને અત્યારે વોડાફોન આઇડિયા તરીકે કાર્યરત હોવા છતાં ટ્રાઈએ તેમનાં નેટવર્કનું પર્ફોર્મન્સ અલગ-અલગ રીતે જાહેર કર્યું હતું.