Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના પ્રવાસે શુક્રવારે ભારત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ ના દરિયાકાંઠે વસેલા શહેર મહાબલીપુરમ માં આયોજિત થનારા બીજી દ્વિપક્ષીય અનૌપચારીક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેના માટે પીએમ મોદી ત્યાં અગાઉથી જ પહોંચી ચૂક્યા છે. શી જિનપિંગ ગુંડીની આઈટીસી ગ્રાન્ડ હોટલમાં રોકાશે. ત્યાં તેમના માટે ખાસ લંચ અને બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી મુજબ, શી જિનપિંગને લંચ દરમિયાન તેમના પસંદગીના વ્યંજન પીરસવામાં આવશે, જે ડુંગળી અને મીટથી બનેલી હશે. તેમાં ગાજર અને કુબીની સાથે તૈયાર ફ્રાઇડ લિવર, નૂડલ્સ અને વિભિન્ન પ્રકારના સૂપ પણ છે. આ ઉપરાંત તેમને દક્ષિણ ભારતીય વ્યંજન ભાત, સાંભર, વઠા કુલંબૂ, રસમ, બિરયાની, બટર નાન, રોટલી, ટમેટા અને ગાજરનું સૂપ પણ પીરસવામાં આવશે.

શી જિનપિંગને પીરસવામાં આવનારો બ્રેકફાસ્ટ પણ ખાસ હશે. તેમાં તેમને તમિલ વ્યંજન આપવામાં આવશે. તેમાં ડોસા, ઈડલી, વડા, સાંભર, ચટણી, વેન પોંગલ, ઈડિયપ્પમ અને વડા કઢી હશે. તેની સાથે જ એક શૅફ પણ જિનપિંગને અહીંના પારંપરિક વ્યંજનો વિશે જાણકારી આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ