દલિત નેતા જીગ્નેશ મેવાણીએ શનિવારે પોલીસ દમનનો ભોગ બનેલા અમદાવાદના છારાનગરની મુલાકાત લીધી હતી. મેવાણીએ ત્યાં એક સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે છારાનગરમાં જે પણ લોકો દોષિત છે પોલીસ તેમની સામે કાર્યવાહી કરે સાથે પોલીસે જે નિર્દોષો સામે અત્યાચાર કર્યા છે તે માટે પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઇએ. મેવાણીએ આ મામલે માંગણી કરી હતી કે છારાનગરમાં વકિલો, મહિલાઓ અને બાળકો પર પીએસઆઈ મોરીની આગેવાનીમાં થયેલા હુમલાની તપાસ માટે ત્રણ સભ્યોની સીટ બનાવવામાં આવે, જો રાજ્ય સરકાર વાત નહીં માને તો આ આંદોલન રસ્તા ઉપર ઉતારીશું.