ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેના વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાના નામ પણ સામેલ છે. યાદી મુજબ, જિજ્ઞેશ મેવાણી આ વખતે કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા છે. આ સિવાય અમિત ચાવડાને આંકલાવથી ઉમેદવાર જાહેર કર્યા છે.