ઝારખંડના પલામુ જિલ્લામાં તાજીયાના સરઘસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરવાની હકીકત બહાર આવી છે. તે બાબતે ૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. તેઓની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ દાખલ થઈ છે.
આ માહિતી આપતાં એડીશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઋષભ ગર્ગે પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે તે સમયે બની હતી કે જયારે મહોરમનો જુલુસ ચેનપુર થાણાના, શાહપુર, કલ્યાણપુર અને કંકારી જેવા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન સંગીત વગાડવામાં આવતું હતું અને ત્રિરંગો ધ્વજ ફરકતો હતો.