ઝારખંડ વિધાનસભાનાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. અહીં બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત વિસ્તારો હોવાના કારણે મતદાનનો સમય 3 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કર્યો છે. અહીં નક્સલ પ્રભાવિત 6 જિલ્લાઓની 13 વિધાનસભા બેઠકો પર 37,83,055 મતદાતાઓ 189 ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય કરશે. સૌથી વધારે 28 ઉમેદવારો ભવનાથપુર સીટથી ચૂંટણી લડી રહી છે.
ઝારખંડમાં મતદાનની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુમલા જિલ્લાનાં વિષ્ણુપર વિધાનસભા ક્ષેત્રમાં નક્સલીઓએ એક પુલ ઉડાવી દીધો છે. વિષ્ણુપુર વિધાનસભા ક્ષેત્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. જો કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાન-માલની હાનિ થઈ હોવાના સમાચર સામે આવ્યા નથી.