ઝારખંડ વિધાનસભા ચૂંટણીના રૂઝાનમાં JMM-કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. રાજ્યની 81 બેઠકોમાંથી 46 બેઠક પર ગઠબંધન આગળ છે એટલે કે બહુમતીથી પાંચ બેઠક વધારે. ભાજપ 23 બેઠકો પર આગળ છે. હાલના મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે 24 વર્ષથી તેઓ આ બેઠક પર જીતતા આવ્યા છે. રઘુવરની કેબિનેટના 10માંથી 6 મંત્રી પાછળ ચાલી રહ્યા છે. તો બીજી બાજુ હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. બહુમતીના રૂઝાન વચ્ચે તેઓ પિતા શિબૂ સોરેનને મળવા પહોંચ્યા હતા.