ઝારખંડમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષોની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ઝારખંડની 81 બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 81 માંથી 66 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પ્રથમ યાદીમાં 35 પક્ષ પલટુને આપી ટિકિટ આપી. મુખ્યમંત્રી ફેસ ગણાતા બાબુ લાલ મરાંડીને ભાજપે ધનવરથી ટિકિટ આપી છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સરાઈકેલાથી ટિકિટ આપવામાં આવી છે.