ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી આલમગીર આલમની બેનામી રોકડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મંગળવારે દસ કલાક પૂછપરછ બાદ ધરપકડ કરી છે. આલમગીર આલમના સચિવના નોકરના ઘરેથી ૩૭ કરોડ રુપિયાની રોકડ પકડાઈ હતી.આ રોકડ ગણવા માટે ઇડીએ રીતસરના મશીનો લાવવા પડયા હતા અને તેમા બે દિવસ લાગ્યા હતા.