ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો રવિવારે જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, તેની સરકાર બની તો ખેડૂતોના 2 લાખ રૂપિયાની લોનને માફ કરી દેવામાં આવશે. આ સિવાય યુવાઓને રોજગાર ભથ્થુ આપવામાં આવશે અને દરેક ઘરમાં એક નોકરી આપવામાં આવશે.
આ સિવાય કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે કે, રાજ્યમાં ખાલી પડેલી સરકારી નોકરીની જગ્યા 6 મહિનામાં ભરવામાં આવશે. ખેડુતોને અનાજ ખરીદી પર સરકાર 2500 રૂપિયા આપશે. લઘુ વન ઉપજ માટે કાયદો લાવવામાં આવશે. સરકારી કામકાજ માટે ઓફિસોનું ચક્કર લગાવવું નહી પડે કારણ કે ડોર ટૂ ડોર કાગળો પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ઘરેલું વિજળીના દર અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, મહિલાઓ માટે વુમન હેલ્પલાઈન, મોબ લિંચિંગ પર કાયદો બનાવાશે,ખાનગી શાળાની એક ફી નક્કી કરાશે સહિતના વચનો આપ્યા છે.