અમદાવાદની મુલકાતે આવેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને આવકારવા માટે ગુજરાત વસતાં ઈઝરાયેલીઓ પણ વિશાળ સંખ્યામાં અમદાવાદ એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધીના માર્ગે રસ્તાની પાસે ગોઠવાયા હતા. સુરક્ષાના કારણોસર નેતન્યાહુ અને નરેન્દ્ર મોદીનો ખુલ્લી જીપમાં રોડશૉ ના થતા તેઓ નિરાશ થયા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ યહૂદીઓની ઈચ્છા બેન્જામિનને પોતાના ઘરે આવકારવાની હતી. ગુજરાતમાં 150થી વધુ યહૂદી વસતાં હોવાનો અંદાજ છે.