પાટણ શહેરમાં ભૈરવ વિસ્તાર નજીક છરીની અણીએ વેપારીને લૂંટી લેવાયાની ઘટનાથી સનસનાટી મચી છે. અહીંથી પસાર થઈ રહેલા જવેલર્સના એક વેપારીની બાઈકને રોકી લૂંટ ચલાવાઈ હતી. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો ૮૦ હજારની રોકડ રકમ સહિત ૨.૫૪ લાખનો મુદામાલ લઈ ફરાર થયા હતા.