RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતા ભીખાભાઈને કેસ પાછો ખેંચી લેવા કરોડો રુપિયાની ઓફર થઈ. ભીખાભાઈએ કહ્યું કે, દિનુ બોઘાએ બેબાકળા બનીને કેસ પાછો ખેંચવા માટે મને રુપિયાની ઓફર કરી, પણ દિકરાના મોત પર રુપિયા લેવાને બદલે હું મરવું વધુ પસંદ કરું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતાં દિનુ બોઘાની મુશ્કેલીઓ વધી શકે છે.